Wednesday, July 1, 2026

મોરબી જિલ્લાના ગામડાઓમાં જિલ્લા ગ્રામ વિકાસ મોરબી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ગામડાઓમાં જિલ્લા ગ્રામ વિકાસ મોરબી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.

જિલ્લા ગ્રામ વિકાસ મોરબીની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ની ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે ગામડાઓ કચરા મુકત બની રહે તે માટે વિવિધ ગામોમાં સફાઈને પ્રાધાન્ય આપીને લોકોને જોડવામાં આવી રહ્યા છે.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગામડાઓ કચરા મુક્ત બને તે માટે સફાઈ અભિયાન, લોકજાગૃતિ, શેરી નાટકો, સ્વચ્છતા રેલી, શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સફાઈ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ સફાઈ કર્મચારીઓને કોઈ અવગડતાના ન પડે તે માટે તેમને સમજણ આપવામાં આવી રહી છે. ગામડાઓમાં સ્વચ્છતાને વેગ આપતી અન્ય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગામડાઓ સ્વચ્છ બને તે માટે સ્વચ્છતા હી સેવા અંર્તગત ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈ અભિયાન અને સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્વચ્છતા પખવાડિયામાં સ્વયભૂ જોડાઈને લોકો આ અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે આજ રોજ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મહેન્દ્રપૂર ગામે ઘન કચરા વ્યવસ્થાપન માટે શેગ્રી ગેશન શેડ તથા કંપોસ્ટ પીટ નિર્માણ એસ. બી. એમ. જી. યોજના હેઠળ બાંધકામ કરવામાં આવેલ જેનું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં બહોળી પ્રમાણમા ગામના લોકોની ઉપસ્થિતીમા સરપંચશ્રી મહેન્દ્રપૂર દ્વારા શેગ્રી ગ્રેશન શેડ અને કંપોસ્ટ પીટનું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં જિલ્લા કક્ષાના એચ. આર. ડી. કન્સલટન્ટ શ્રી નરસંગ છૈયા તેમજ તાલુકા કક્ષાના કર્મચારીની ઉપસ્થિતીમા કાર્યકમ સફળ બનાવવામા આવેલ

Related Articles

Total Website visit

1,609,868

TRENDING NOW