Monday, June 29, 2026

વાંકાનેર માર્કેટચોક કા રાજાના દર્શન કરી ભક્તો અનુભવે છે ધન્યતા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર માર્કેટચોક કા રાજાના દર્શન કરી ભક્તો અનુભવે છે ધન્યતા

છેલ્લા પંદર વર્ષથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા તેમની ટીમનું સફળ આયોજન

હાલ ઠેર ઠેર વિઘ્નહર્તાની સ્થાપના કરી પૂજા અર્ચના થઈ રહી છે જેમાં વાંકાનેર શહેરની મધ્યે માર્કેટ ચોકમાં એક નાના આયોજનથી શરૂ થયેલ ગણપતિ ઉત્સવ માર્કેટચોક કા રાજા હાલ લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે આ આયોજન હાલના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ તેમની ટિમ ભારે જહેમત ઉઠાવી આ સફળ આયોજન કરી રહ્યા છે

આ પંડાલની વાત કરીએ તો દર વર્ષે અહીં દુંદાળા દેવની વિશાળ મૂર્તિ ખાસ મુંબઈના કારીગરો દ્વારા બનાવવામાં આવે છે અને ગણેશ ચતુર્થીના દિવસે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે શહેરની પ્રદક્ષીણા કરી બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના કરી બાપાની સ્થાપના કરવામાં આવે છે જેમાં રોજ રાત્રે આરતી સમયે બહોળી સંખ્યામાં ભાવિકો બાપાના દર્શનનો લહાવો તેમજ બાપાને અતિપ્રિય લાડુનો પ્રાસદ લઈ ધન્યતા અનુભવે છે આ ગણપતિ ઉત્સવ દરમિયાન મહા આરતી, રાસ ગરબા, ભરતનાટ્યમ, જેવા અનેક સાંકૃતિક કાર્યકમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને છેલ્લા દિવસે બાપાને ફરી શહેરની પ્રદક્ષીણા કરવી ભાવભેર વિસર્જન કરવામાં આવે છે

Related Articles

Total Website visit

1,609,695

TRENDING NOW