હળવદમાં મહિલાને બે શખ્સોએ મારમારી
હળવદ: હળવદમા મહિલા પર બે શખ્સોએ હુમલો કરી મહિલાને ધોકા વડે તેમજ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનાર મહિલાએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા શારદાબેન રમેશભાઈ વાઘેલા (ઉ.વ.૪૦) એ આરોપી લક્ષ્મણભાઈ નરશીભાઈ બાલાસણીયા તથા મહેશભાઈ નરશીભાઈ બાલાસણીયા રહે. બંને ઇશનપુર તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૦૯-૨૦૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ફરીયાદીના દિકરી સમતાએ કોર્ટમા કેસ કેમ કરેલ છે તેમ કહી આરોપી લક્ષ્મણભાઈ તથા મહેશભાઈનાઓએ ઢીકાપાટુનો માર મારી તથા આરોપી મહેશભાઈએ ધોકાથી ફરીયાદીને પેટના ભાગે મારી ફરીયાદીને તથા સાહેદ સમતાને મુંઢ ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર શારદાબેને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





