Sunday, June 28, 2026

મોરબી : સમાધાન કરવા બાબતે બે શખ્સોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી

Advertisement
Advertisement
Advertisement

મોરબી : સમાધાન કરવા બાબતે બે શખ્સોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ કબીર આશ્રમ ખાતે યુવકની પત્ની સમાધાન કરી લેવા બાબતે બે શખ્સોએ રાત્રીના ફોન કરી ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મનિષભાઇ ગોવીંદભાઇ સોલંકી (ઉ.વ.૩૨) રહે. સાધુ વાસવાણી રોડ જનકપુરી કોમ્પ્લેક્ષ તેની સામે એમ.સી. આવાસ યોજના રાજકોટવાળાએ આરોપી ફેજલ સંધી રહે. નવા નાકા પાસે, ખંભાળિયાવાળા તથા રાકેશભાઈ રાઠોડ રહે – નવા નાકા પાસે, ખંભાળિયાવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી ફેજલ સંધિ તથા રાકેશભાઇ રાઠોડએ ફરીયાદીની પત્નિ સાથે સમાધાન કરી લેવા બાબતે તા-૦૨/૧૨/ ૨૦૨૨ના રાત્રીના પોણા બારેક વાગ્યે ફરીયાદી એકલો હતો ત્યારે ફરીયાદીને ફોન ઉપર ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મનીષભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,622

TRENDING NOW