વાંકાનેરના નવાપરામા સગાઈ તુટી જતા યુવતી સાથે ભાગીને લગ્ન કરતા યુવકની માતાને ચાર શખ્સોએ માર માર્યો
વાંકાનેર: વાંકાનેર નવાપરામા યુવક તથા યુવતીની સગાઈ તુટી જતા યુવતી સાથે ભાગી જતા યુવકની માતાને ચાર શખ્સોએ માર માર્યો હોવાની ભોગ બનનાર મહિલાએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નવાપરા GIDC ઈંટોના ભઠા પાછળ રહેતા હંસાબેન બલુભાઈ ભોજવિયા (ઉ.વ.૫૦)એ આરોપી લાભુભાઈ બીજલભાઈ તથા કંચનબેન લાભુભાઈ તથા વજીબેન બીજલભાઈ તથા જેકાબેન અવચરભાઈ રહે. બધા નવાપરા પુલના છેડે દેવીપૂજક વાસ વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદી ના દિકરાની સગાઈ આરોપી લાભુભાઈની દિકરી સાથે કરેલ હોય અને લગ્ન ન કરતા ફરીયાદીનો દિકરો તથા આરોપીની દિકરી ભાગી જતા તે વાતનો ખાર રાખી ફરીયાદીને ચારે આરોપીઓએ પાવડાના હાથ વડે શરીરે તથા વાસાના ભાગે તથા ડાબા હાથે તથા ડાબા પાગે મુંઢ ઈજા કરી ગાળુ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર હંસાબેને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





