Sunday, August 9, 2026

રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનો સન્માન સમારોહ વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો…

Advertisement
Advertisement
Advertisement

રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનો સન્માન સમારોહ વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો…

વાંકાનેર શહેરની ગેલેક્સી હોસ્પિટલ ખાતે આજરોજ રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ કેશરીદેવસિંહ ઝાલાને ફુલ-હાર તથા શાલ ઓઢાડીને તેમજ મોમેન્ટો આપી સન્માન કરાયુ હતુ.

વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગેલેક્સી ગ્રુપ સંચાલિત ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી., ગેલેક્સી સ્કુલ લિંબાળા તેમજ ચંદ્રપુર અને ગેલેક્સી હોસ્પિટલ દ્વારા રાજ્યસભા સાંસદ તરીકે નિમણૂક પામેલ વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેલેક્સી ગ્રુપના અબ્દુલભાઈ બાદી, લિયાકત બાદી અને ડોકટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, શિક્ષક સ્ટાફ, અને બેન્ક સ્ટાફ તેમજ સમગ્ર ગેલેક્સી પરિવાર દ્વારા રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાને ફુલ-હાર, તેમજ શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા…

રાજ્યસભાના સાંસદ દ્વારા ગેલેક્સી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ સાંસદશ્રી દ્વારા ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. ગુલશન બ્રાંચ તથા તાજેતરમાં જ શરૂ થયેલ ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્યરત તમામ વિભાગોની તેમજ ડોકટરોની મુલાકાત લઈ હોસ્પિટલની જાત નિરીક્ષણ કરી અને હોસ્પિટલની સુવિધાઓને ખુબજ વખાણી હતી.

કેસરીદેવસિહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુસ્લિમ સમાજનો અને મારા પરિવારનો વર્ષોથી સબંધ અને નાતો રહ્યો છે જે પારિવારિક નિભાવતા આવ્યા છીએ અને આવતા દિવસોમાં પણ સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે હું હર હંમેશ તેમની સાથે ઊભો રહીશ. આજે જ્યારે મારૂ સન્માન કારમાં આવી રહ્યું છે ત્યારે હું ગેલેક્સી પરિવાર અને સમાજનો આભારી છું

Related Articles

Total Website visit

1,624,909

TRENDING NOW