મોરબીમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
મોરબી: મોરબી કબીર આશ્રમ સામે ખુલ્લી જગ્યામાં લગાવેલ ડોમમાં મોબાઈલ ચાર્જર પ્લગમા ભરાવતા અકસ્માતે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા શોર્ટ લાગતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ જુનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાના શેરગઢ ગામના રહેવાસી અને હાલ મોરબીના વાવડી રોડ કબીર આશ્રમ સામે ડોમમાં રહેતા પ્રિતેશભાઈ રાજુભાઇ બાબરીયા ઉ.વ.૨૪ વાળાને મોરબી કબીર આશ્રમ સામે ખુલ્લી જગ્યામાં લગાવેલ ડોમમાં મોબાઈલનું ચાર્જર પ્લગમાં ભરાવતા અકસ્માતે ઈલેકટ્રીક શોર્ટ સરકીટ થતા મોરબી આયુષ હોસ્પિટલમાં લાવતા હાજર તબીબે જોઇ તપાસીને તા.૧૩/૦૯/૨૦૨૩ ના રોજ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





