Thursday, August 6, 2026

મોરબીમાં યુવાન પર ચાર શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં યુવાન પર ચાર શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો 

મોરબી: મોરબીના વજેપર મેઇન રોડ પર રબારી વાસમાં યુવાન ઉપર ચાર શખ્સોએ યુવાનને છરી વડે ઈજા કરી શરીરે મુંઢ માર માર્યો હોવાની ભોગ બનનાર યુવાને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો જેમલભાઈ મોરી (ઉ.વ.૨૯) રહે મોરબીના વજેપર મેઇન રોડ પર રબારી વાસ શેરી નં -૦૨ તા.જી. મોરબી વાળાએ આરોપી ભાવેશભાઈ રામજીભાઈ ભુંભરીયા તથા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો રામજીભાઈ ભુંભરીયા બંન્ને રહે.રબારી વાસ શેરી નં-૦૩ તા.જી.મોરબી, વિજયભાઈ ઉર્ફે ઈનલો જેના પુરા નામ ઠામની ખબર નથી તથા કિશનભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા રબારી વાસ શેરી નં-૦૩ વજેપર મેઈન રોડ તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૯-૨૦૨૩ ના રોજ રાતના સાડા બારેક વાગ્યાનાં અરસામાં આરોપી જીતેન્દ્રભાઈએ ફરીયાદીને પકડી રાખી અને આરોપી ભાવેશભાઇએ ફરીયાદીને છરી વતી પીઠના ભાગે ડાબી સાઈડે એક ઘા કરી ઈજા કરી નવ ટાંકા તથા પીઠની બાજુમાં જમણી સાઈડે બીજો ઘા મારી ઈજા કરી ત્રણ ટાંકા લાવી તથા આરોપી વિજયભાઈ તથા કિશનભાઇએ ફરીયાદીને મારા મારી કરી શરીરે મુંઢ ઈજા કરી ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જીતેન્દ્રભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,716

TRENDING NOW