શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.
શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 24/9/2023 ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા તેમજ લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલ છે ત્યારે લોહાણા સમાજના પ્રમુખ શ્રી સંદીપભાઈ ના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 14/9/2023 રાખવામાં આવેલ છે જેથી તમામ વિદ્યાર્થીઓએ અને વાલીઓએ આ બાબતની નોંધ લેવી. આ ફોર્મ ૧)મનોજ ઝેરોક્ષ, કુબેરનાથ મંદિર વાળી શેરી, મોરબી, ૨)દરિયાલાલ આલુ ભંડાર, નવા રોડ, મોરબી ૩)કેવીન ગેસ સેલ્સ એજન્સી,નવા બસ સ્ટેશન ની સામે થી મળશે ઉપરાંત આ ફોર્મ આ જ સ્થળો પર પરત કરવાના રહેશે





