જામનગર ખાતે દર રવિવારે યોજાશે સંસ્કાર વર્ગ.
શિક્ષણના ભારતીય દ્રષ્ટિકોણને સમાજ સમક્ષ રજુ કરવા માટે સંસ્કાર વર્ગ ની શરુઆત જામનગરમાં કરવામાં આવી છે. જેમાં બાળકોના સંસ્કાર સિંચન સાથે સાથે સંપુર્ણ પરિવાર (માતા-પિતા, દાદા-દાદી તેમજ ઘરના અન્ય સભ્યો) પણ સંસ્કાર વર્ગ માં જોડાઈ શકે છે. માતા પિતા તેમજ પરિવારના સભ્યો ભારતીય સંસ્કાર, શિક્ષણ અને ભારતીય જીવન નો સાચો અર્થ સમજે તેમજ ભારતીય સંસ્કૃતિને પરિવારના આચરણમાં લાવે તે હેતું થી આ વર્ગ શરુ કરવામાં આવ્યા છે, કોઇપણ સ્કૂલના બાળકો તેમજ પરિવાર વિના મૂલ્યે આ વર્ગ માં જોડાઈ શકે છે. આ વર્ગ સંપૂર્ણ પણે નિઃશુલ્ક ચલાવવામાં આવે છે.
સંસ્કાર વર્ગ માં નીચે મુજબ ના ભારતીય વિષયો નું જ્ઞાન બાળકો ને આપવામાં આવશે.
સંસ્કૃત ત્થા શ્રીમદ્ ભગવદ્ગ ગીતા, ભારતીય સંસ્કૃતિ, વૈદિક ગણિત, ભારતીય શૌર્યવાન ઇતિહાસ, વૈદિક વિજ્ઞાન, ઉદ્યોગ, ભાષા યોગ – વ્યાયામ, શ્રવન કથન (શૌર્યવાન તેમજ જ્ઞાનવર્ધક વાર્તાઓ, હસ્તકલા, લઠ્ઠ-દાવ,દેશી રમતો જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવસે.
વાર : દર રવિવારે
સમય : બપોરે ૪.૦૦ થી ૬.૦૦
સ્થળ: શ્રી સરસ્વતિ શીશૂ મંદિર સ્કૂલ, કૃષ્ણનગર, જામનગર.
સંપર્ક સૂત્ર
મહેશ પરમાર – ૯૯૯૮૧૯૭૫૭૬
જિગર સોલંકી – ૯૪૨૯૨૬૯૨૧૩