ટંકારાના ઘુનડા ગામે ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાત
ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે ઈડન હિલ્સ રેસીન્ડન્સમાં પોતાના રહેણાંક મકાનના રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત.
પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે ઈડન હિલ્સ રેસીન્ડન્સ બ્લોક -એ-૧૭મા રહેતા હીરેનભાઈ મનસુખભાઇ કડીવાર ઉ.વ.૨૮ વાળાએ ગત તા. ૦૮-૦૯-૨૦૨૩ ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનના રૂમમાં સાડી વડે પંખા સાથે પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.