Sunday, March 15, 2026

માળીયા તાલુકાના વેણાસર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના વેણાસર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા.

માળિયા તાલુકાના વેણાસર ગામે નવાપરામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા પાંચ જુગારીઓ મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના વેણાસર ગામે નવાપરામા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા આરોપી ખેંગારભાઇ વિઠ્ઠ્લભાઇ અદગામા, દશરથભાઇ હીરાભાઇ કુંવરીયા, સાગરભાઇ રમેશભાઇ કુંવરીયા, શૈલેષભાઇ પ્રભાતભાઇ કુવરીયા અને જેસીંગભાઇ મેરૂભાઇ અદગામાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,597,529

TRENDING NOW