તીથવા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા,ત્રણ નાસી છૂટ્યા.
વાંકાનેર તાલુકાના તીથવા ગામે અમુક પત્તાપ્રેમીઓ જુગાર રમી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે અન્ય ત્રણ નાસી છૂટતા તેમને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઈ ઉર્ફે મુનો ધનજીભાઈ વાઘેલા, મહેશભાઈ હરજીભાઈ બારૈયા અને મહેશભાઈ અમરશીભાઈ વાઘેલા નામના શખ્સો તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા જયારે આરોપી ટિનુભાઈ ધરમશીભાઈ વાઘેલા, ભાવેશભાઈ ઉકાભાઈ વાઘેલા અને અનીલભાઈ બાબુભાઈ વાઘેલા નામના શખ્સો પોલીસને જોઈ ભાગી જતા પોલીસે રોકડા રૂપિયા 1390 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.





