Wednesday, June 24, 2026

મોબાઈલ ફોન બાબતે અને ઘરકામ બાબતે ઠપકો આપતા પરિણીતાએ જીવન ટૂંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

મોબાઈલ ફોન બાબતે અને ઘરકામ બાબતે ઠપકો આપતા પરિણીતાએ જીવન ટૂંકાવ્યું.

હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં વાડીમાં રહી ખેત મજૂરી કરતા પરિણીતાને તેમના પતિએ ઘરકામ બાબતે અને મોબાઈલ ફોન બાબતે ઠપકો આપતા પરિણીતાને લાગી આવતા ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે હાલ આ બાબતે પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં કરશનભાઇ ભગવાનભાઈ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની પાંગલીબેન દીપકભાઈ પટેલ ઉ.23 નામના પરિણીતાને તેમના પતિ દીપકભાઈએ મોબાઈલ ફોન બાબતે તથા ઘરકામ બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા પાંગલીબેને પોતાની મેળે ઝેરી દવા પી લેતા બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,187

TRENDING NOW