શિવમ હોસ્પિટલ દ્વારા બાળકોમાં લખવાનું કારણ બનતી મેનીંગો માઈલોસીલનું સફળ ઓપરેશન.
મોરબીમાં સૌપ્રથમ વખત થયું મેનીંગો માઈલોસીલનું સફળ ઓપરેશન.

મેનીંગો માઈલોસીલનું એ બાળકના કમરમાં ચેટ તંત્રની દુર્લભ ગણાતી ગાંઠ છે જેના કારણે બાળક પગમાં લકવો તથા ચેતા તંત્રમાં રસી થવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે આ ગાંઠનું ઓપરેશન બાળકના સ્વસ્થ જીવન માટે સફળતાપૂર્વક થવું ખૂબ જરૂરી બનતું હોય છે. ત્યારે મોરબીમાં પ્રથમ વખત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોએ કરી બતાવ્યું છે.

ત્યારે આ અંગે વધુ વાત કરીએ તો મોરબીમાં ચાર દિવસ પૂર્વે માત્ર ૧.૯ કિલો વજનના બાળકની કમરમાં ચેતા તંત્રની દુર્લભ ગાંઠ “મેનીંગો માઈલોસીલ” હોઈ. જેનું ઓપરેશન ખૂબ જટિલ હોઈ છે ત્યારે શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની ડોક્ટર ટીમ
ડૉ રીધમ ખંડેરીયા (ન્યુરોસર્જન )
ડૉ હાર્દિક ઘોડાસરા ( સિનિયર અનેસ્થેટીસ્ટ )
ડૉ પ્રહલાદ ઉઘરેજા અને ડૉ સાગર ખાનપરા (ઓર્થોપેડિક સર્જન)
ડૉ રવિ કોટેચા (જનરલ સર્જન)
દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
ઓપરેશન પછીની NICU માં સઘન સારવાર ડૉ કરણ સરળવા (પીડીયાટ્રીક એન્ડ ન્યુનેટોલોજિસ્ટ ) અને ડૉ બ્રિજેશ કૈલા (સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ) દ્વારા કરવામાં આવી હતી. જો કે આવા મેજર ઓપરેશનનો ખર્ચો ખૂબ જ વધારે થતો હોય છે પરંતુ બાળકના માતા પિતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર
ડૉ પ્રહલાદ ઉઘરેજા દ્વારા આ ઓપરેશનના ખર્ચમાં ખૂબ જ રાહત કરી આપવામાં આવી હતી.
તદઉપરાંત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મગજ,કરોડરજ્જુ અને મણકાના ઓપરેશન માટે લોકોને મોટા શહેરમાં જવું પડતું હોય છે પરંતુ હવે આપણા જ મોરબી શહેરમાં મગજ, કરોડરજ્જુ અને મણકાના ઓપરેશનની સારવાર શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શક્ય બની છે. એઈમ્સ હોસ્પિટલ માંથી ન્યુરોસર્જન ની ડીગ્રી મેળવેલ ડોક્ટર રીધમ ખંડેરીયા સાહેબ શિવમ હોસ્પિટલમાં ફુલ ટાઈમ સેવા આપે છે ત્યારે જિલ્લામાં જટિલ ઓપરેશન પણ શક્ય બન્યા છે.
આ ઉપરાંત શિવમ્ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ મળી રહે છે.
૧. વાહન અકસ્માત યોજના અંતર્ગત મફતમાં ફ્રેક્ચરના ઓપરેશન
૨. માં કાર્ડ/ આયુષ્માન ભારત યોજના અંતર્ગત તદ્દન ફ્રીમાં થતા ઓપરેશન
- સાંધા બદલવાના જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન
- મણકા ,કરોડરજ્જુ અને મગજના ઓપરેશન
- એપેન્ડિક્સ ,સારણગાંઠ, પિતાશયની પથરી, હરસ ,મસા ,ભગંદરના ઓપરેશન
વધુ માહિતી માટે : ૯૭૨૭૫૨૭૫૫૫





