મોરબીના રવાપર રેસીડેન્સી ખાતેથી જુગાર રમતા સાત ઝડપાયા.
મોરબીના રવાપર ઘુનડા પર આવેલ રેસીડેન્સી ખાતે આવેલ એક એપાર્ટમેન્ટ માં જુગાર રમી રહેલા સાત પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ખાનગી રહે બાદમી મળી હોય કે,મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સી સોસાયટી ના દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોક નંબર 303 માં રહેતા પારસ ઉર્ફે ભોલો મુકેશભાઈ જારીયા પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પૂરા પાડી પોતાના અંગત ફાયદા સારું નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય ત્યારે પોલીસ દ્વારા ત્યાં સ્થળ પર રેડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને સ્થળ પરથી આરોપી પારસ ઉર્ફે ભોલો મુકેશભાઈ જારીયા, નાગદેભાઈ મનસુખભાઈ જોગિયાણી, વનરાજભાઈ રમેશભાઈ મુજારીયા, રવિભાઈ રમેશભાઈ મુંજારીયા, સુરેશભાઈ નાનજીભાઈ મિયાત્રા, વિજયભાઈ મનુભાઈ ગોગા, હિરેનભાઈ મગનભાઈ મઠીયા મળી આવ્યા હતા ત્યારે આ તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.