નાની વાવડી ગામે ફોનની ચોરી કરનાર શખ્સ ઝડપાયો.
નાની વાવડી ગામે થી રહેણાક મકાન ના ઉપરના માળેથી ફોનની ચોરી કરતા એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા પ્રકાશભાઇ ભલજીભાઇ વાધેલાના મકાનના ઉપરના માળેથી ગત અઠવાડીએ રૂપિયા 9500/- ની કિંમતના ઓપો મોબાઈલની ચોરી થતા પ્રકાશભાઈએ નાની વાવડી ગામે જ રહેતા આરોપી મયુરભાઇ પ્રેમજીભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.