માધાપર ના ઝાંપે ત્રણ જુગારીઓ ઝડપાયા.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબીના માધાપર ના ઝાંપા નજીકથી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામા આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્વ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માધાપર ઝાપા નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી આશીફભાઈ હાજીભાઈ જંગીયા, તૈયબભાઈ ઈસ્માઈલભાઈ ખુરૈશી, રઘુભા મુળુભા રાઠોડ નામના શખ્સને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.