રેલવે કોલોનીમાં મહિલા સંચાલિત જુગારરમતા ઝડપાયા
મોરબીના નવલખી રોડ પર આવેલ રેલવે કોલોનીમાં રહેણાક મકાનમાં જુગારધામ ચાલતું હોઈ ત્યારે પોલીસે ત્યાં રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી પોલીસને જુગાર રમતા ચાર પુરુષ અને નવ મહિલા ઝડપાયા.
ત્યારે ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રેલવે કોલોનીમાં હિનાબેન ભરતભાઇ સિધવ નામની મહિલાએ પોતાના રહેણાંકમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી હિનાબેન ભરતભાઇ સિધવ, શૈલેષભાઇ વશરામભાઇ ઇન્દરીયા, ઉષાબેન દિનેશભાઇ પાટડીયા, છાયાબેન દીલીપભાઇ કુંઢીયા, શીલ્પાબેન રણજીતભાઇ ઇન્દરીયા, શાહરૂખભાઇ રફીકભાઇ પઠાણ, સાગરભાઇ રાજુભાઇ માલકીયા, મહેશભાઇ સામતભાઇ વીંજવાડીયા, લાભુબેન રમેશભાઇ ઇન્દરીયા, ડીમ્પલબેન વાસુદેવભાઇ પરમાર, જસ્મીનબેન મોમીનખાન પઠાણ, ઝુબેદાબેન હાજીભાઇ ખોખર, શેરબાનુબેન રફીકભાઇ પઠાણ નામના જુગારીઓ તીનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે બનાવ સ્થળેથી રોકડા રૂપિયા 34,650 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.