સ્વ.નરેશભાઈ ડાંગરની પ્રથમ પુણ્યતિથિએ રોપા અને ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કર્યું.
સ્વ. નરેશભાઇ લાખાભાઈ ડાંગર (રે-વેણાસર, તા-માળીયા મિયાણા, જી-મોરબી) ની પ્રથમ પુણ્યતિથી નિમિતે તેના પરિવાર તરફ થી શ્રદ્ધાંજલિ નો એક કાર્યક્રમ ગામ ની પ્રાથમિક શાળા માં રાખેલ, ડાંગર પરિવાર એ આ દિવસે બાળકો ને વિનામૂલ્યે ૧૦૦ ચકલીઘર નું વિતરણ કર્યું અને કુલ ૭૫૦ ફળાઉ રોપા નું પણ વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

ત્યારબાદ બાળકો એ પોતાને ત્યાં આ વૃક્ષો વાવી નરેશભાઇ ને શ્રદ્ધાંજલિ આપી હતું.બાદ શાળા ના તમામ બાળકો ને તેના પરિવાર તરફ થી બપોર નું ભોજન કરાવવામાં આવ્યું હતું.આમ સ્વર્ગસ્થ ના આત્મા ની શાંતિ અર્થે પર્યાવરણ જાળવણી નું ઉમદા કાર્ય કરી સમાજ ને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વી. ડી. બાલા
પ્રમુખ, નવરંગ નેચર ક્લબ – રાજકોટ
મો – ૯૪૨૭૫૬૩૮૯૮