માટેલ ગામે ફેકટરીમાં શેડ પરથી પડી જતાં યુવકનું મોત.
વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ સિરામિક ફેક્ટરીના શેડ ઉપરથી પડી જતા વિદ્યુત નગર ગામના યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે પોલીસે મૃત્યુનોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ રોલ્ટા સિરામિક ફેકટરીના શેડ ઉપરથી પડી જતા મોરબીના વિદ્યુતનગરમાં રહેતા રણજીતભાઈ ભરતભાઇ ડાભી ઉ.22 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.