વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે સાત જુગારીઓ ઝડપાયા.
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે કેનાલના કાંઠે જુગાર રમી રહેલ પત્તા પ્રેમીઓ પર રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી પોલીસને સાત જુગારીઓ મળી આવ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ બાતમીને આધારે નવા રાજાવડલા ગામે કેનાલ કાંઠે રમાતા જુગાર ઉપર દરોડો પાડી આરોપી રમેશભાઇ પ્રેમજીભાઇ ડેડાણીયા, વિમલભાઇ મહેશભાઇ ચાવડા, દિનેશભાઇ કળુભાઇ દેત્રોજા, જગદીશભાઇ વરસિંગભાઇ શિહોરા, ભરતભાઇ અમ્રુતભાઇ ચાવડા, સંજયભાઇ રશીકભાઇ સોલંકી અને અરુણભાઇ શંકરભાઇ ડેડાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,400 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





