ગાડા ગામ નજીક ડિસ્પ્લે બોર્ડ સાથે ડમ્પર ટકરાતા ડમ્પર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી માળિયા હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક રોંગ સાઈડમાં ડમ્પર ચલાવી ડિસ્પ્લે બોર્ડ સાથે ડમ્પર ટકરાતા થાંભલો માથે પડતા ડમ્પર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.ત્યારે આ બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઈવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક રોંગ સાઈડમાં ડમ્પર ચલાવી ડિસ્પ્લે બોર્ડ સાથે ડમ્પર ટકરાતા થાંભલો માથે પડતા ડમ્પર ચાલક રમેશભાઈ શિવાભાઈ દારોદ્રાનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવમાં મૃતકના ભાઈ ઉમેશભાઈએ ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.





