અમરાપર ગામે ઝેરી દવા પી જતા યુવતીનું મોત.
મોરબી તાલુકાના અમરાપર ગામે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા યુવતીનું મોત નિપજ્યું હતું.ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુ નોંધ કરી કયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વર્ષાબેન ભાવેશભાઇ ચૌહાણ ઉ.વ.૨૬ ગઇ તા-૦૭/૦૭/૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે પોતાના ઘરે હતી ત્યારે કોઇ ઝેરીદવા પી જતા ઉલ્ટી-ઉબકા થવા લાગતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ જતા જે ચાલુ સારવાર દરમ્યાન તા-૦૮/૦૭/ ૨૦૨૩ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





