શ્રી હજનાળી પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..
આજ રોજ તારીખ 7/07/2023 ના રોજ શ્રી હજનાળી પ્રાથમિક શાળાના 72 મા વર્ષમાં મંગલ પ્રવેશને શાળા પરીવાર અને ગ્રામજનોએ અનોખી રીતે વધાવ્યો. જેમાં ગામના અગ્રણી તથા શાળાને અવારનવાર સાથે રહી સહયોગ કરનાર શ્રી જીવણભાઈ સુતરીયાએ એમની પૌત્રી ત્યાગીબેનના જન્મદિવસ નિમિત્તે શાળાના સ્થાપના દિવસ અંતર્ગત શાળાની જરૂરીયાત અનુસાર 8500/- ની કિંમતનું મોટું બ્લુટુથ સ્પીકર ભેટ આપ્યું. આ ઉપરાંત ગામના સરપંચ શ્રી મહેશભાઈ પારેજીયા એ પણ શાળાને 5555/- ની કિંમતનું એંકરીંગ ટેબલ ભેટ આપી શાળાના સ્થાપના દિવસને વધાવ્યો. આ ઉપરાંત હાજર ઉપસરપંચશ્રી રસિકભાઈ પરમાર, સંજયભાઈ પારેજીયા, રમેશભાઈ પરમાર, વશરામભાઈ પટેલ, જેન્તીભાઈ ભટ્ટી, પૂર્વ આચાર્યશ્રી ગૌતમભાઈ ટુંડિયા અને હેમરાજભાઈ સાણંદિયા એ પણ 4500/- જેવો રોકડ આર્થિક સહયોગ આપી શાળા સ્થાપના દિનને વધાવ્યો. આ સાથે હમણા જ તાલુકાફેરથી બદલી પામેલા શાળાના શિક્ષકશ્રી ગૌતમભાઈ ટુંડિયા સાહેબનો વિદાય સમારંભ પણ યોજાયો જેમાં ગૌતમ સાહેબે શાળાને 5000/- આર્થિક ભેટ ઉપરાંત બાળકોને જમણવારની જાહેરાત કરી પોતાની વિદાયને યાદગાર બનાવી. શાળાના સ્થાપના દિનને વધાવવા શાળાના બાળકોએ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો જે ખૂબ જ અદ્ભુત હતો. આ ઉપરાંત શાળામાં નવા આવેલ શિક્ષકશ્રી ચાવડા અશ્વિનભાઈ અને નવા નિમાયેલા આચાર્યશ્રી સંજયભાઈ ગઢવીને પણ શાળા પરીવાર વતી સત્કારવામાં આવ્યા. દાતાશ્રીઓની નોંધ લેવાની સાથે હાજર દાતાશ્રીઓનું સાલ ઓઢાડી અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. જેની સમગ્ર મહેનત શાળાના શિક્ષકશ્રીઓ અમિતભાઈ ખાંભરા, મોહિતભાઈ ચનિયારા, ગોરધનભાઈ પરમાર તથા અશ્વિનભાઈ ચાવડા એ કરી હતી. તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન પીઠડિયા સપનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લે શાળાના શિક્ષકશ્રી અમિતભાઈ ખાંભરાએ કાર્યક્રમની આભારવિધિ પુર્ણ કરી શાળા તરફથી બાળકોને પફનો નાસ્તો કરાવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.











