ટંકારા ના લજાઈ ગામે ગોડાઉન માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો.
મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કૉડ દ્વારા ટંકારા તાલુકાના લજાઈ ગામના ઉમા પ્લાસ્ટિક નામના ગોડાઉન માંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે છ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.
મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કૉડનો સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે ટંકારા તાલુકાના લજાઇ હમતીયા રોડ ઉપર લજાઇ ગામની સીમમાં આવેલ ઉંમા પ્લાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉનમાં અમુક ઇસમો છે. આ રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં સ્ટોર કરી વાહનોમાં ભરી અલગ અલગ જગ્યાએ તેનું વેચાણ અને હેરાફેરી કરવાની પેરવી કરે છે અને હાલમાં તેઓની પ્રવૃત્તિ ચાલુ છે એવી ચોક્કસ બાતમીના આધારે આ દરોડા પાડતા
(૧) અનિલકુમાર ભગીરથજી લટીયાલ ઉ.વ. ૨૩ રહે ગીરધરધોરા તા.ચિતલવાના જી.સાંચૌર (રાજસ્થાન),
(૨) મુકેશકુમાર પુનમારામ જાંગુ ઉ.વ.૨૭ રહે રાજીવનગર પુર ગામ તા.રાનીવાડા જી.સાંચૌર (રાજસ્થાન),
(૩) ભવરલાલ મંગળારામ ખોડ ઉ.વ. ૨૦ રહે. દુઠવા ના ચિતલવાના જી.સાંચૌર (રાજસ્થાન),
(૪) પ્રવિણકુમાર ભગવાનારામ ગોધરા ઉ.વ. ૨૧ રહે. ડડુસણ તા.જી સાંચૌર (રાજસ્થાન),
(૫) મોહનલાલ ઉનમાસમ ગોદાર ઉ.વ. ૧૯ રહે. ડડુસણ તા.જી સાંચૌર (રાજસ્થાન),
(૬) ઓમપ્રકાશ હીરારામ ખીચડ ઉ.વ. ૨૨ ૨હે. દુઠવા તા.ચિતલવાના જી.સાંચૌર(રાજસ્થાન)
મળી આવ્યાં હતાં અને સ્થળ પરથી ગેરકાયદેસર રીતે વહેંચતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 357 પેટી કિંમત રૂપિયા ૧૭,૫૨,૬૬૦/- કબજે કરેલ છે. તેમજ વિદેશી દારૂની હેરફેર કરવા માટે રાખવામાં આવેલ મહીન્ડા કંપની ની બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-03-BW- 6043 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-, મારૂતી સુઝુકી કંપની ની કેરીટર્બો ગાડી નંબર-GJ-25-U-3384 કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/, જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૯ કી.રૂ. ૩૧,૫૦૦/ અને રોકડા રૂપીયા-૧,૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૬,૯૪,૧૬૦/- મુદામાલ કબ્જે કરેલ છે અને ગુનામાં દારૂ માટે ગોડાઉન ભાડે રાખનાર અને દારૂનો જથ્થો મંગાવનાર પ્રદિપ રહે. સાંચોર રાજસ્થાન વાળાનુ નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે. હાલ મોરબી એલસીબી ટીમે તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





