લીલાપર ચોકડી થી રફાળેશ્વર જવાના રસ્તે વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબીના લીલાપર ચોકડી નજીક રફાળેશ્વર રોડ તરફ જતા તીર્થક પેપરમીલ પાસે એક શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના વિરોધ પ્રોહીબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની લીલાપર ચોકડીથી આગળ રફાળેશ્વર રોડ તરફ જતા તિર્થક પેપર મીલની સામે રોડ ઉપરથી આરોપી કિશનભાઇ આહીર રહે. લીલાપર ગામની સીમ તિર્થક પેપર મીલની ઓરડીમાં તા. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૫૫૦ નો મુદામાલ મળી આવતા પોલીસે તેને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





