નેકનામથી પડધરી જવાના રસ્તા પર બાઈક સ્લીપ થતા યુવકનું મોત
ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જવાના રસ્તા પર ગોળાઈ પર બાઈક સ્લીપ થતા મધ્યપ્રદેશના એક યુવકનું મોત નીપજ્યું હતું.
ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જતા રોડ ઉપર નેકનામ નજીક ગોળાઇમાં બાઈક સ્લીપ થઇ જતા મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં ટંકારા તાલુકાના જીવાપર ગામે ભાગમાં વાડી વાવતા આદિવાસી શ્રમિક દિનેશભાઇ રાયસીંગભાઇ બધેલનું મૃત્યુ નીપજ્યું હતું