મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઝડપાયા
મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ પત્તા પ્રેમીઓને બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઈન્દીરાનગર વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હકેશભાઇ સોમાભાઇ પુરબીયા, જયાબેન ગોરધનભાઇ માજુસા અને ભાવનાબેન ભગવાનભાઇ અગેચાણીયાને તીન પતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1660 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.