“મશીન કેમ બંધ થઈ જાય છે” એમ કહી ઓપરેટરને થપ્પડ મારતા ફેક્ટરી માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાય.
વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં “મશીન બંધ કેમ થઈ જાય છે” કહી ઓપરેટર ને થપ્પડ મારતા માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સુજોરા સીરામીક ફેકટરીમાં બેન્ડ ટાઇલ્સને કારણે વારંવાર ડિજિટલ મશીન બંધ થઈ જતું હોવાથી ફેકટરી માલિકે ડિજિટલ ઓપરેટરને ઓફિસમાં બોલાવી મશીન કેમ બંધ થઈ જાય છે કહી લાફા વાળી કરી જાતિ પ્રત્યે હડધૂત કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.