વીસીપરા રોહીદાસ પરા રોડ પરથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાત ઝડપાયા.
મોરબીના વીસીપરા રોહીદાસપરા રોડ પર આવેલ ચાર ગોદામ પાછળ તથા વીસીપરા મેઇન રોડ અન્ના સાગર મુરઘી વાળા પાછળથી તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાત ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા રોહીદાસપરા રોડ પર આવેલ ચાર ગોદામ પાછળ તથા વીસીપરા મેઇન રોડ અન્ના સાગર મુરઘી વાળા પાછળથી તીનપત્તીનો જુગાર રમતા આરોપી મહેશ ઉર્ફે કલુ હેમુભાઈ ગણેશીયા, કાનાભાઈ રામજીભાઇ મણદરીયા, છગનભાઇ મોતીભાઈ પરેશા, અબ્દુલભાઇ રહીમભાઈ ભટ્ટી, રેખાબેન દેવશીભાઇ સુરેલા, મદીના ઉર્ફે સલમાબેન ફકીરમામદ શાહમદાર, રશીદાબેન સીરાજ ઉર્ફે રફીકભાઈ શાહમદાર રહે બધા વીસીપરા મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૨૨૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





