નાગડાવાસ ગામના પાટીયા નજીક દારૂની બોટલ સાથે એક ઝડપાયો.
મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ પર નાગડાવાસ ગામના પાટીયા નજીક દારૂની બોટલ સાથે એક યુવાનને પકડી પાડવામાં આવ્યો છે ઉપરાંત તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયે મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ પરથી આરોપી સેતાનારામ મંગલરામ ભાદુ (ઉ.વ.૨૪) રહે. સમરતલ ભાદુ હોટલ, રામપર ગામના પાટીયા તા જી. મોરબી મુળ રહે રાજસ્થાન વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૩૭૫ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે ઈસમને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





