Monday, March 16, 2026

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પ્રસાદ યોગ કેન્દ્રના સહયોગથી યોગ સ્પર્ધાનું આયોજન કર્યું.

Advertisement
Advertisement
Advertisement

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પ્રસાદ યોગ કેન્દ્રના સહયોગથી યોગ સ્પર્ધાનું આયોજન કર્યું.

મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ગત તારીખ 19 જૂન 2023 ના રોજ પ્રસાદ યોગ કેન્દ્રના સહયોગથી યોગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.જેમાં પ્રતિયોગિતા ના નિર્ણાયકો યોગ પ્રશિક્ષિત હરિ ઓમ પાંડે જી અને દીપાંશુ જી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતે પણ તેમની યોગ કૌશલ્ય દર્શાવી હતી.

તદુપરાંત કાર્યક્રમના મહેમાનો યોગ કોચ રૂપલબેન શાહ અને યોગ ટ્રેનર ઉષાબેન વોરા એ પણ યોગનું મહત્વ સમજાવ્યું હતું.આ સ્પર્ધામાં બે કેટેગરી રાખવામાં આવી હતી જેમાં 20 થી 40 અને 40 થી ઉપર એમ બે વય જૂથ ના યોગ ઉત્સુખોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં 60 વર્ષની ઉપર ના વય માં નીરૂબેન અનાડકત અને મીનાબેન પટેલ એ પોતાનું યોગ કૌશલ્ય બતાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.મુસ્કાન વેલ્ફેર સોસાયટી હંમેશા સમાજની જાગૃતિ માટે સતર્ક રહે છે, આ સ્પર્ધા તેની એક કડી છે.

Related Articles

Total Website visit

1,597,878

TRENDING NOW