વાવાઝોડાના ખતરા વચ્ચે માળીયા તાલુકાના ખાખરેચી આરોગ્ય કેન્દ્રમાં આશ્રિત સગર્ભાની સફળતાપૂર્વક પ્રસુતિ
સંભવિત બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા તે ઉપરાંત આજરોજ અગર વિસ્તાર તથા વાડી વિસ્તારના લોકોને આશ્રય માટે કુંભારીયા સ્કૂલ ખાતે આશ્રય માટે 64 લોકોને રાખવામાં આવ્યા હતા જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના આરોગ્ય સ્ટાફ દ્વારા તે લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી જેમાં 1 સગર્ભા બહેન ને ડિલિવરી ની સંભવિત તારીખ 22.6.23 હતી પરંતુ તપાસ કરતા ડિલિવરી થઈ શકે તેમ હોય સગર્ભા બહેનને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ખાતે દાખલ કરવામાં આવેલ હતા જેમની તારીખ 14.6.23 ના રોજ રાત્રે 10.53 વાગ્યે સગર્ભા બહેનની ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય નું બાળકનું વજન 3.200 કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.








