સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના પટ્ટ માંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી.
હળવદ ના સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના પટ્ટમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે. ત્યારે આરોપી હાજર ન મળી આવતા તેને પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક બ્રાહ્મણી નદીનો પટ્ટ દેશી દારૂના ધંધાર્થીઓ માટે સ્વર્ગ સમાન બની ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે હળવદ પોલીસે બ્રાહ્મણી નદીના કાંઠેથી સુંદરગઢ ગામે રહેતા મહેશ ઉર્ફે ગુગો ઘોઘાભાઈ હમીરપરા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી ઠંડો આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ 3400/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી ગુગો હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.





