બિયરના ડબલા મળી આવતા મહિલા વિરૂદ્ધ કાર્યવાહી.
માળિયા ના નવા રેલવે સ્ટેશન રોડ ઉપર એક મહિલાના મકાનમાં રેડ કરતા ઘરમાં પાર્ક કરેલ ગાડી માંથી ચાર બિયર ના ડબલા મળી આવતા પોલીસે બિયર ના ડબલા અને ગાડી મળી આવી હતી ત્યારે મહિલા વિરૂદ્ધ પ્રોહી અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા નવા રેલવે સ્ટેશન રોડ ઉપર પોલીસે બાતમીને આધારે હસીનાબેન હનીફભાઈ મોવરના રહેણાંક મકાનમાં દરોડો પાડી ઘરમાં પાર્ક કરેલી ટોયોટો કેમરી કારમાંથી કિંગ ફિસર બ્રાન્ડ બિયરના ચાર ડબલા કિંમત રૂપિયા 400/- તેમજ 1,00,000/- ની કાર સહિત કુલ રૂપિયા 1,00,400/- નો મૂદામાલ કબજે કરી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.





