વાંકાનેર થી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો.
વાંકાનેર શહેરના પતાળીયા નાલા નજીક થી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્શને ઝડપી પડવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના પતાળિયા નાલા પાસેથી સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમિત ઉર્ફે હમિદ હનીફભાઈ બ્લોચ ઉ.27નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.