ચારણ-ગઢવી સમાજનું ગૌરવ ડો.શ્રી સિદ્ધાર્થ દિપકભાઈ લાંબા (ગઢવી) જાંબુડાએ UPSC CMS ની પરીક્ષા પાસ કરી.
દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી UPSC CMS પરિક્ષા માં 167 મી રેન્ક સાથે પાસ કરનાર ચારણ સમાજ અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર દીપાવનાર ડો.શ્રી સિદ્ધાર્થ દિપકભાઈ લાંબા (ગઢવી) જાંબુડા ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. ડો.સિદ્ધાર્થ દિપકભાઈ લાંબા મૂળ જાંબુડા ના વતની છે અને વર્તમાન રાજકોટ રહેતા હોઈ. હાલમાં તેઓ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બાડમેર રાજસ્થાનમાં બાળરોગનો અભ્યાસ કરે છે. ત્યારે તેમને UPSC CMS ની પરીક્ષા પાસ કરવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ.