Thursday, March 12, 2026

નવડેલા રોડ પર રહેણાક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

નવડેલા રોડ પર રહેણાક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

મોરબી ના નવાડેલા રોડ પર રહેતા એક ઈશમના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે તેના વિરૂદ્ધ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવા ડેલા રોડ ઉપર રહેતા હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ કિં રૂ. ૪૫૦૦ નો મુદામાલ મોરબી સિટી એ ડિવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા રહે. મોરબી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેના વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,538

TRENDING NOW