મોરબી-માળિયા હાઇવે ઉપર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત,એક નું મોત.
મોરબી માળિયા ના હાઇવે પર આચનક ટ્રક ચાલકે ટ્રક ટર્ન વાળી લેતા બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી જેમાં બાઈક ચાલકનું મોત નિપજયું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી-માળીયા હાઇવે ઉપર કાજરડા ગામના પાટિયા પાસે આવેલ હોનેસ્ટ હોટલ નજીક જીજે-12-Z-4391 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે અચાનક ડાબી બાજુ વળાંક વાળી લેતા બાઈક લઈને જઈ રહેલા સબીરભાઈ નૂરમામદભાઈ ત્રાયા ઉ.20 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઈક પાછળ બેઠેલા સિકંદરભાઈ કાસમભાઈ સંધવાણીને ઇજાઓ પહોચતા ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.