મેઘપર ગામે સીડી પરથી પડી જતા વૃદ્ધનું મોત.
માળિયા તાલુકાના મેઘપર ગામે સીડી પરથી પડી જતા 60 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પુનિબેન સવાભાઈ ડાંગર (ઉ.વ.૬૦) રહે. મેઘપર તા. માળીયા (મી) જી.મોરબી વાળા પોતાના ઘરે સીડી ઉપરથી પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





