Tuesday, June 23, 2026

થાનગઢ ખાતે જોગધ્યાનપુરા આશ્રમ ખાતે જોગબાપુની ૪૬મી સમાધિ તિથિએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

Advertisement
Advertisement
Advertisement

થાનગઢ ખાતે જોગધ્યાનપુરા આશ્રમ ખાતે જોગબાપુની ૪૬મી સમાધિ તિથિએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

થાનગઢ ખાતે આવેલ જોગધ્યાનપુરા આશ્રમ ખાતે આગામી તા.1લી મેના રોજ પૂજ્ય ગુરુદેવ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુની 46મી નિર્માણ તિથિના પાવન અવસરે ધ્વજા રોહણ, શોભાયાત્રા, સંતવાણી અને મહાપ્રસાદ સહિતના અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

થાનગઢ ખાતે આવેલ જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા મુજબ પૂજ્ય ગુરુદેવ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુની 46મી નિર્માણ તિથિના પાવન અવસરે આજે તા.30ના રોજ રાત્રીના ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે જેમાં ભજનીક યોગીતા પટેલ, લોકગાયક મહેશ બારોટ, સાહિત્યકાર હરદેવ આહિર અને સુરેશ પટેલ ઉસ્તાદ ગ્રુપ મોરબી સહિતના કલાકારો કલારસ પીરસશે.આ ઉપરાંત આવતીકાલે તા.1 ના રોજ જોગ આશ્રમ ખાતે ધ્વજા રોહણ, શોભાયાત્રા, સંતવાણી અને મહાપ્રસાદ તેમજ બ્રહ્મ ચોર્યાસી સહિતના અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય ભક્તજનોને આ કાર્યક્રમમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,609,091

TRENDING NOW