Friday, June 19, 2026

મોરબીના રામગઢ(કોયલી) ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓ પર પોલીસ ત્રાટકી.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રામગઢ(કોયલી) ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓ પર પોલીસ ત્રાટકી.

મોરબીના રામગઢ (કોયલી) ગામે જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ.મોરબી તાલુકાના રામગઢ (કોઇલી) ગામે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પતાપ્રેમીઓ ત્યાંથી મળી આવતા રોકડા રૂપિયા ૩૫,૭૦૦ સાથે પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ તાલુકા પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા
નિલેશ ભૂરા ભીમાણી (૪૯),
મહેન્દ્ર આણંદ ભીમાણી (૩૬),
અરવિંદ અર્જુન પનારા (૩૩),
વિપુલ હરજી પનારા (૩૫) અને પરેશ દેવરાજ રાણીપા જાહેરમાં જુગાર રમતા મળી આવતા પાંચ ઈસમોની રોકડા રૂપિયા ૩૫,૭૦૦ સાથે મોડી રાત્રિના ધરપકડ કરવામાં આવી હતી અને પાંચેયની સામે તાલુકા પોલીસ મથક ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Total Website visit

1,608,689

TRENDING NOW