Sunday, March 15, 2026

મોરબી સિવીલ હોસ્પિટલ નજીક યુવકને એક શખ્સે માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિવીલ હોસ્પિટલ નજીક યુવકને એક શખ્સે માર માર્યો

મોરબી: યુવકની પત્નીને એક શખ્સ અવાર નવાર ફોન કરતો હોય તથા ઘર પાસે આંટા મારતો હોય ત્યારે આજે યુવકના પત્ની તેની દિકરીને સારવાર માટે હોસ્પિટલમાં બતાવવા લઇ જતા ત્યાં એક શખ્સે મોરબી સિવીલ હોસ્પિટલના ગેટ પાસે ઉભા હોય જેથી યુવકે તેને કહેલ કે શું કામ અમારો પરિવાર બગાડે છે તેમ કહેતા શખ્સે ઉશ્કેરાય યુવકને બે ત્રણ ફડાકા મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં શોભેશ્વર રોડ મફતીયા પરા વિસ્તાર ડો. બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલની સામે કુબેરની પાછળ રહેતા હિતેષભાઇ શામજીભાઈ સુમેરા (ઉ.વ.૩૨) એ આરોપી વિજયભાઇ લુહાણ રહે. હાઉસીંગ બોર્ડ ગરબી ચોક શનાળા રોડ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૪-૨૦૨૩ ના રોજ સવારના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીની પત્ની સાથે અવાર નવાર ફોન કરતો હોય તેમજ તેના ઘર પાસે આટા ફેરા મારતો હોય અને આજરોજ ફરીયાદીના પત્ની તેની દિકરીને સારવાર માટે હોસ્પિટલમાં બતાવવા લઇ જતા ત્યા આરોપી હોસ્પીટલના ગેટ પાસે ઉભો હોય જેથી ફરીયાદીએ કહેલ કે તુ શુ કામ અમારો પરિવાર બગાડે છે તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીનો કાંઠલો પકડી બે ત્રણ ફડાકા મારી દીધેલ અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તેમજ ગળાના ભાગે નીખોરીયો ભરી તેમજ જમણો હાથ પકડી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર હિતેષભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૨૩,તથા એટ્રો સીટી એકટ કલમ ૩(ર),(પ-એ) ,૩(૧)(r)(s) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,085

TRENDING NOW