Saturday, March 14, 2026

મોરબીના કીશનગઢ ગામની સીમમાંથી વિદેશીદારૂ બીયરનો મુદામાલ પકડાયેલ જે ગુનામાં છેલ્લા છએક મહીનાથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કીશનગઢ ગામની સીમમાંથી વિદેશીદારૂ બીયરનો મુદામાલ પકડાયેલ જે ગુનામાં છેલ્લા છએક મહીનાથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના કીશનગઢ ગામની સીમમાંથી વિદેશીદારૂ બીયરની બોટલો નંગ- ૧૧૦૫૨ કિ.રૂ.૧૩,૨૩,૬૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨૦,૨૩,૬૦૦/- નો મુદામાલ પકડાયેલ જે ગુનામાં છેલ્લા છએક મહીનાથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

ગત તા.૨૯/૦૯/૨૦૨૨ ના રોજ મોરબી તાલુકાના સોખડા ગામ પાસે કીશનગઢ ગામની સીમમાં ટ્રકમાં ભરેલ વિદેશીદારૂ/બીયરની બોટલો નંગ-૧૧૦૫૨ કિ.રૂ.૧૩,૨૩,૬૦૦/- તથા ટ્રક મળી કુલ કી.રૂ. ૨૦,૨૩,૬૦૦/- ના મુદામાલ સાથે ટ્રક નંબર-GJ-07-2-7524 ના ચાલક મદન અજુદી કન્હેદી વિશ્વકર્મા જાતે મીસ્ત્રી ઉ.વ. ૩૬ ધંધો ડ્રાઇવીંગ રહે ધીરાજ ગામ પોસ્ટ. જેરથ તા.બટીગડ જી.દોહ (મધ્ય પ્રદેશ) વાળાને પકડેલ હોય જે ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી નયનભાઇ રાયકભાઇ બળદા રહે. સોખડા તા.જી.મોરબી વાળાનુ નામ તપાસ દરમ્યાન ખુલવા પામેલ હોય જે આરોપીની તપાસ કરતા આરોપી છેલ્લા છએક મહીનાથી નાસતો ફરતો હોય જે આરોપી હાલે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ઉભેલ હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ સાથે પોલીસ ટીમને ઉપરોકત સ્થળે તપાસ અર્થે મોકલતા આરોપી નયનભાઇ રાયકાભાઇ બળદા ઉ.વ. ૩૧ રહે. સોખડા તા.જી.મોરબી વાળો રાજકોટ ગ્રીન લેન્ડચોકડી ખાતેથી મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) મુજબના ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે. આ આરોપીને ઝડપી પાડવામા મોરબી એલસીબી પીઆઇ ડીએમ ઢોલે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

Related Articles

Total Website visit

1,597,045

TRENDING NOW