Tuesday, March 10, 2026

જાંબુડીયા પાટીયા નજીક નજીક અન્ય એક અકસ્માત, બાઈક ચાલકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

જાંબુડીયા પાટીયા નજીક નજીક અન્ય એક અકસ્માત, બાઈક ચાલકનું મોત.

જાંબુડીયા ગામના પાટીયા નજીક ટ્રેઇલર ચાલક અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામના પાટિયા નજીક ટ્રેઇલર નંબર જીજે – 12 -BW – 3332ના ચાલકે બાઈક ઉપર જઈ રહેલા ઉપેન્દ્રભાઈ ચકુભાઈ સોલંકી ઉ.43ને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા ઉપેન્દ્રભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર સિદ્ધરાજભાઈ ઉર્ફે શામોએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,595,262

TRENDING NOW