Tuesday, March 10, 2026

સુરતના ઠગે મોરબીના કાગળના વેપારીનું ૧.૩૧ કરોડનું બૂચ માર્યું.

Advertisement
Advertisement
Advertisement

સુરતના ઠગે મોરબીના કાગળના વેપારીનું ૧.૩૧ કરોડનું બૂચ માર્યું.

સુરતના ઠગે મોરબીના કાગળના વેપારી સાથે વિશ્વાસ કેળવ્યા બાદ એક, બે નહીં પુરા 36 ટ્રક ભરીને કાગળનો જથ્થો મંગાવી રૂપિયા 1,31,78,077 કરોડનું બુચ મારી દેતા છેતરપિંડી મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને રફાળીયા ગામ પાસે આવેલ વરૂડી એસ્‍ટેટમાં જી.જે.૩૬ ફલેકસો પ્રીન્ટીંગ નામની પેઢીમાં ભાગીદારીમાં ક્રાફટ પેપરનો ધંધો કરતા દિપકભાઇ ગણેશભાઇ પાંચોટીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં સુરત ખાતે પાલ વિસ્તારમાં રહેતા અને નિમેષભાઇ નરેન્દ્રભાઇ ઠકકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી નિમેષભાઇ નરેન્દ્રભાઇ ઠકકર પોતે પેપરમિલમાં ભાગીદાર હોવાનું અને પેપરની દલાલી કરતો હોવાની ઓળખ આપી જૂન -2022માં દીપકભાઈની ઓફિસે આવી કાગળની ખરીદી કરવા શરૂઆત કરી હતી. નિમેષભાઇ નરેન્દ્રભાઇ ઠકકરે શરૂઆતના તબક્કે કાગળ ખરીદ કરી નિયમિત નાના ચૂકવ્યા હતા બાદમાં ફરિયાદી દિપકભાઇ ગણેશભાઇ પાંચોટીયાની પેઢીમાંથી ઉધારીમાં 36 ટ્રક ભરીને ક્રાફટ પેપર મંગાવી સુરત અને વાપીની જુદી જુદી પેકેજીંગ ફેકટરીમાં માલ ઉતરાવી લઈ રૂપિયા 1,31,78,077 કરોડ ચુકવવામાં ગલ્લા તલ્લાં કરીને ફોન બંધ કરી દેતા ફરિયાદી દિપકભાઇ ગણેશભાઇ પાંચોટીયાને તેમની સાથે વિશ્વાસઘાત થયાનું જણાતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હાલમાં મોરબી તાલુકા પોલીસે આરોપી ઠગ એવા સુરતના નિમેષભાઇ નરેન્દ્રભાઇ ઠકકર વિરુદ્ધ આઇપીસી કલમ 406,420 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW