Monday, March 9, 2026

હેંડબોલ સ્પોર્ટ્સમાં મોરબીના ઓમનગર (ખારચીયા) ગામનો યુવાન ઝળક્યો

Advertisement
Advertisement
Advertisement

હેંડબોલ સ્પોર્ટ્સમાં મોરબીના ઓમનગર (ખારચીયા) ગામનો યુવાન ઝળક્યો

મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજીત ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં હેંડબોલ રમતમાં મોરબીના ઓમનગર ગામના અને મોરબી નવયુગ વિધાલય માં ધો.૮ માં અભ્યાસ કરતાં અને સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માં મોરબી ખાતે ચાણકય રાત્રિ શાખામાં મુખ્ય શિક્ષક તરીકેની જવાબદારી નિભાવે છે એવા શેરસિયા સ્મીત મનોજભાઇ ની પસંદગી થઈ છે. ઉગતી પ્રતિભા એવા સ્મીતભાઈ એ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૬૪ મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ સ્મીતભાઈ એ ઓમનગર ગામ તથા નવયુગ સ્કુલ નું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા ચોતરફથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

Related Articles

Total Website visit

1,595,142

TRENDING NOW