Saturday, May 3, 2025

રામ ચોક નજીક રિક્ષાને ટક્કર મારનાર ટ્રાવેલ બસ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ.

Advertisement
Advertisement
Advertisement

રામ ચોક નજીક રિક્ષાને ટક્કર મારનાર ટ્રાવેલ બસ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ.

મોરબીના રામ ચોકમાં ગઈકાલે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં કેટરર્સ મહિલાઓની રીક્ષાને ટક્કર મારનર ગણેશ ટ્રાવેલ્સની બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

મોરબીના વાંકાનેર દરવાજા પાસે રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા રઝિયાબેન અલ્લારખુશા શાહમદારે ગણેશ ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર AR – 11 – C – 1773 નંબરના ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ અને અન્ય સાત મહિલાઓ વહેલી સવારે 5 વાગ્યે સીએનજી રીક્ષામાં બેસી કામ ઉપર જતા હતા ત્યારે રામ ચોક નજીક પુરપાટ ઝડપે ધસી આવેલી ગણેશ ટ્રાવેલ્સની બસે રીક્ષાને હડફેટે લેતા તેમના સહિત પાંચ મહિલાઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ લકઝરી બસનો ચાલક નાસી જતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW