લાલબાગ પાસે એક શખ્શે બેઝબોલના ધોકા વડે વૃદ્ધને માર માર્યો.
મોરબીના લાલબાગ પાસે આવેલ સિધ્ધેશ્વર મહાદેવના મંદિરના ગ્રાઉન્ડમાં બેઠા હોય ત્યારે એક શખ્સે બેઝબોલનો ધોકો લઈ આવી વૃદ્ધને કહેલ તમે મારા ભાઈ તથા બાપુજી સાથે કેમ ઝગડો કરેલ તેમ કહી બોલાચાલી કરી વૃદ્ધને બેઝબોલના ધોકા વડે માર માર્યો હોવાની ભોગ બનનાર વૃદ્ધે આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા (ઉ.વ.૬૧) એ આરોપી ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા રહે. મોરબી-૨ વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૦૩-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ફરીયાદી લાલબાગ પાસે આવેલ સિધ્ધેશ્વર મહાદેવના મંદીરના ગ્રાઉન્ડમા બેઠા હોય ત્યારે આરોપી તેના હાથમા બેઝબોલનો ધોકો લઈ આવી ફરીયાદીને કહેલ કે,આજથી નવેક મહીના પહેલા તમે મારા બાપુજી તથા ભાઈ સાથે ઝઘડો કેમ કરેલ તેમ કહી બોલાચાલી ઝઘડો કરી ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશકેરાય જઈ તેના હાથમા રહેલ બેઝબોલના ધોકાથી ફરીયાદીને માથાના ભાગે તથા જમણા ખંભાના ભાગે મારતા ફરીયાદી પડી જતા આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડતા ફરીયાદીને માથામા ટાંકાઓ લીધેલ હોય તેમજ જમણા ખંભાના ભાગે ફેકચર જેવી ઈજા પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વનરાજસિંહે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.